હૂ પલ્લવી.

November 18, 2011

રહી ગયો

Filed under: ગઝલ — Pallavi @ 5:11 am

માત્ર આ પુષ્પ ની જેમ જ મુરઝાઈ ને રહી ગયો ,
એ સમજ્યા નહિ મારા મૌન ને , અને આધારો વચ્ચે પ્રશ્ન બની ને રહી ગયો
રસ્તે ચાલતા ક્યારેક તો ભાળ્યો હોત મને
દરેક ડગલે સાથે ચાલી , એક અંજન  બની રહી ગયો
ઘણુય થયું તોડી નાખું બધા બંધનો ને ,અને વિસ્તરી દવ આ લાગણીઓ ને
પણ ના જાણે કેમ બે આંખો ની શરમ ભળી ને રહી ગયો

November 3, 2011

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી.

Filed under: ભજન અને પ્રાથના — Pallavi @ 4:17 am

મારા  ઘટ  માં  બિરાજતા
શ્રીનાથજી  યમુનાજી મહાપ્રભુજી
મારું  મનડું  છે  ગોકુલ  વનરવન
મારા  તન ના આંગણિયા માં તુલસીના  વન
મારા  પ્રાણ  જીવન  – મારા  ઘટમાં
મારા  આતમ  ના  આંગણે  શ્રી મહાપ્રભુજી
મારી  આંખો  દીસે  ગિરધારી  રે  ધરી
મારું  તનમન  થયું  જેને  વારી  રે  રે  વારી
મારા  શ્યામ  મુરારી  – મારા  ઘટ  માં
મારા  પ્રાણ  થાકી  મને  વૈષ્ણવ  વ્હાલા
નિત  કરતા  શ્રીનાથજી  ને  કાલા રે વાલા
મેં તો  વલ્લભ  પ્રભુજી  ના  કીધા  છે  દર્શન
મારું  મોહી  લીધું  મન  – મારા  ઘટ  માં

November 1, 2011

જાતની સાથે જ સોબત થઇ ગઇ

Filed under: ગઝલ — Pallavi @ 4:37 am

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

Create a free website or blog at WordPress.com.