હૂ પલ્લવી.

January 10, 2012

આપણા ઘડવૈયા બંધાવ આપણે!

Filed under: કવિતા — Pallavi @ 5:09 am

આપણે અવાડ બાવળ બોરડી રે,
કેસર ઘોળ્યા ગાલના ગોટા જી,
હલકા તો પારેવાંની પાંખથી ,
મહાદેવથીએ પણ મોટા જી,
આપણા ઘડવૈયા બંધાવ આપણે!
કોઈ તો રાચે છે વેણું છીપથી,
કોઈ તો જળ ને હિલ્લોળ જી ,
મરજીવો ઉતરે મેહેરામણે,
માથા સાટે મોતી મોલ જી , અપણા…
નજરું ખુપી છે જેની ભોયમાં, સામે પુર એ શું ધાય જી!
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી, આપણા …..
બેઠેલાનું બેઠું રહે વિમાસણે, વેળા જુએ નહિ વાટ જી,
ઝાઝેરો ઝૂક્યો છે આંબો શાખથી,
વેડે તેને આવે હાથ જી, આપણા ….
પંડની પેટી માં પારસ છે પડ્યો, ફંટલા ના ફૂટે છે કરમ જી
વાવરી જાણે તે બડભાગ્યો, ઝળહળ એના ભવન જી.
આપણા ઘડવૈયા બંધાવ આપણે!
—- રાજેન્દ્ર શાહ

શાળા માં આ કવિતા, પાસ  થવા માટે વાંચી હતી, અને બસ ઘોખી નાખી હતી પણ , આજે ઘણા વખત પછી ગુજરાત ચમાચાર ની રવિપૂર્તિ માં ” જીવન ના હકાર ની કવિતા ” કોલમ માં એને વાંચી અને તેનું અર્થઘટન વાંચ્યું  ત્યારે ખુબજ સારું લાગ્યું, જીવન માં ઘણા વળાંકો ઉપર આપડે એક હકારાત્મક ધક્કાની જરૂર હોઈ છે.

January 3, 2012

લાગે છે કે મેં પ્રેમ કર્યો છે

Filed under: ગઝલ — Pallavi @ 6:52 am

અનંત થી અંત શુધી એને શોધવાનો પ્રયત્ન કર્યો છે,
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
વહેતી હવામાં ને ઉછળતા મોજા માં એને જોયો છે
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
ઉગતી સવારમાં, બળતી બપોરમાં, ને ઢળતી સાંજે એને અનુભવ્યો છે
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
ક્યાંક એકલી રાતે, તો ક્યાંક ભીડ માં એને ઝંખ્યો છે
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
એક કલ્પનામાં, એના હોવાના આભાસ ને મેં જીવ્યો છે
એટલે જ લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે

January 2, 2012

મિત્ર બીજા મિત્ર ને સમાજ તો નથી

Filed under: અન્ય — Pallavi @ 9:26 am

ખબર નથી કેમ પણ દરેક ને એજ જોઈતું હોઈ છે કે એનો મિત્ર કે એની મિત્ર માત્ર એને સાંભળ્યા કરે, ના તો કોઈ વાત માટે એને ટોકે ના તો કોઈ વાત માટે એને કઈ કહે, નાતો કોઈ ફરિયાદ , નાતો કોઈ બાબતે એનાથી ચડિયાતી કે ચડિયાતો બને , બસ એ પોતે જયારે પણ નવરાસ માં હોઈ ત્યારે એની પાસે હોઈ, ભલે ને એને પોતાને ગમેં તેટલું  જરૂરી કામ કેમ ના હોઈ. બસ એક મિત્ર નહિ એક પ્રસંસક, હા માં  હા બોલનાર, ચુપચાપ સાંભળી લેનાર, પોતે ના ખુશ હોઈ ત્યારે ખુશ કરનાર, એક પળેલ પ્રાણીની જેમ આગળ પાછળ ફરનાર, પરુતું ખબર નહિ કેમ પણ આજ મિત્ર ભૂલી કેમ જાય છે કે આ જે પ્રાણી કે જે ને એ પોતાનો કે પોતાની મિત્ર દર્શવે છે, એમાં પણ મન નામ નું જંતુ છે, કે જે એને પણ ઘણી વખત હેરાન કરે છે, એ પણ કયારેક મન નો ઘડો કોઈ ની સામે ખાલી કરવા ઈચ્છે છે, પણ જયારે એનો વારો આવે છે ત્યારે એનો મિત્ર કે એની મિત્ર ને  એક જરૂરી કામ યાદ આવી જાય છે નહીતો , “છોડ ને એ બધું બીજી વાત કરી એ” , અફસોસ આજે એક મિત્ર બીજા મિત્ર ને સમાજ તો નથી

Blog at WordPress.com.