હૂ પલ્લવી.

December 19, 2012

કોણ ભલાને પૂછે છે

Filed under: અન્ય — Pallavi @ 9:24 am

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે

 

મન ગમતા નામ ને ઉમર ના હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મૌસમ ને જોઇ ને ફૂલ ના ખીલે,
ફૂલ ને ખીલવવા થી મૌસમ બદલાય છે.

 

પનોતીની અસર જેટલી ખરાબ, એટલી જ હોય છે સારી,

કેમ કે ત્યારે જ સાચા મનથી ભગવાનને યાદ કરવાની આપણી હોય છે વારી..

 

જીભ “તોતડી” હશે તો ચાલશે..
પરંતુ..
જીભ “તોછડી” હશે તો નહિ ચાલે..

 

….. Kruti Kaptan

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: