હૂ પલ્લવી.

December 19, 2012

કોણ ભલાને પૂછે છે

Filed under: અન્ય — Pallavi @ 9:24 am

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે

 

મન ગમતા નામ ને ઉમર ના હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મૌસમ ને જોઇ ને ફૂલ ના ખીલે,
ફૂલ ને ખીલવવા થી મૌસમ બદલાય છે.

 

પનોતીની અસર જેટલી ખરાબ, એટલી જ હોય છે સારી,

કેમ કે ત્યારે જ સાચા મનથી ભગવાનને યાદ કરવાની આપણી હોય છે વારી..

 

જીભ “તોતડી” હશે તો ચાલશે..
પરંતુ..
જીભ “તોછડી” હશે તો નહિ ચાલે..

 

….. Kruti Kaptan

June 28, 2012

પ્રેમ….

Filed under: અન્ય — Pallavi @ 8:29 am

પ્રેમ મૃદુ હોય છે, પ્રેમ બડાશ મારતો નથી કે અભિમાની કે ઉદ્ધત બનતો નથી. એ તો પ્રિયજનની નાનામાં નાની વાતની દરકાર કરે છે, સૂક્ષ્મમાં લાગણી સમજે છે ને કદર કરે છે. પ્રેમ અતિશય સંવેદનશીલ હોય છે, એ આપવામાં માને છે. એ કદી સ્વાર્થી નથી બનતો કે પોતાને ચડિયાતો નથી માનતો. પ્રેમમાં અહમ ઓગળી જાય છે. પ્રેમ કદી દઝાડતો નથી, વીંધતો નથી, કચડતો નથી, શોષણ નથી કરતો. પ્રેમ તો પૂરક બને, પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે. પ્રેમની આવી સમજ હોય તો જ એક અતિ સુંદર, મધુર સંબંધ ખીલે અને બેઉ હૃદય પ્રકાશિત થાય. નક્ષતને એના પૈસાનું એટલું અભિમાન હતું કે જીવનસંગિનીનાં મન અને માન કેમ સાચવવાં એ એને આવડતું ન હતું. આને સંસ્કારિતાની ઊણપ કહેવાય. જીવનસંગિનીનાં મન અને માન સાચવવામાં કદાચ એ માનતોય નહીં હોય. પ્રેમ એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવાનો સેતુ છે. પ્રેમ અને આદરથી સામા માણસનું દિલ જિતાય છે.

-એષાનું મન – અવંતિકા ગુણવંત (http://www.readgujarati.com/2012/06/27/aesha-maan/#comment-22644)

May 1, 2012

……

Filed under: અન્ય — Pallavi @ 10:14 am

આં અણધારી જીંદગીમાં કૈક તો ધારણા મુજબ નું હોત, થોડા મેં એમને ઝંખ્યા હોત , ને થોડા એ મને મળ્યા હોત.

Next Page »

Create a free website or blog at WordPress.com.