હૂ પલ્લવી.

January 3, 2012

લાગે છે કે મેં પ્રેમ કર્યો છે

Filed under: ગઝલ — Pallavi @ 6:52 am

અનંત થી અંત શુધી એને શોધવાનો પ્રયત્ન કર્યો છે,
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
વહેતી હવામાં ને ઉછળતા મોજા માં એને જોયો છે
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
ઉગતી સવારમાં, બળતી બપોરમાં, ને ઢળતી સાંજે એને અનુભવ્યો છે
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
ક્યાંક એકલી રાતે, તો ક્યાંક ભીડ માં એને ઝંખ્યો છે
હવે લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે
એક કલ્પનામાં, એના હોવાના આભાસ ને મેં જીવ્યો છે
એટલે જ લાગે છે કે  મેં પ્રેમ કર્યો છે

December 7, 2011

ઊંડા શ્વાસ માં તમારી યાદો ને..

Filed under: ગઝલ — Pallavi @ 7:10 am

ઊંડા શ્વાસ માં તમારી યાદો ને ઝબોળી રહ્યો છું,
કેટલોય દુર તોય તમારા માં ભળી રહ્યો છું
આફટ રણ સમી ઈચ્છાઓ ને મનમાં તપાવી રહ્યો છું
ખુલ્લા મને ક્યારે વરસસો એની રાહ જોઈ રહ્યો છું
કેટલું અંધારું ભર્યું છે આ જીવન માં
તોય ઝબકારસ આપના આભાસ ને જીવી રહ્યો છું
હવે તો આ ઉચા ઉછાળતા મોજાઓ ક્યાં ડરાવે છે મને
કાગળની નાવ લઈને દરિયા માં તારી રહ્યો છું
અશક્ય કાય હવે  કશું રહ્યું છે મુજથી
ઘુંટાતો રહી અનંત થી આપ માં ભળી ગયો છું

November 18, 2011

રહી ગયો

Filed under: ગઝલ — Pallavi @ 5:11 am

માત્ર આ પુષ્પ ની જેમ જ મુરઝાઈ ને રહી ગયો ,
એ સમજ્યા નહિ મારા મૌન ને , અને આધારો વચ્ચે પ્રશ્ન બની ને રહી ગયો
રસ્તે ચાલતા ક્યારેક તો ભાળ્યો હોત મને
દરેક ડગલે સાથે ચાલી , એક અંજન  બની રહી ગયો
ઘણુય થયું તોડી નાખું બધા બંધનો ને ,અને વિસ્તરી દવ આ લાગણીઓ ને
પણ ના જાણે કેમ બે આંખો ની શરમ ભળી ને રહી ગયો

Next Page »

Create a free website or blog at WordPress.com.